Wednesday, 20 September 2017

Atd ane cped vala teacher mate

કોણ તાલીમી અને કોણ બિનતાલીમી ?? આ રહ્યા જવાબ.
શિક્ષક મિત્રો હાલ સૌથી વધારે ચર્ચાઈ રહેલ પ્રશ્ર્ન ની વાત કરવી છે.
RTE - ની શરૂઆત 3 સપ્ટેમ્બર 2001 થી થઈ. તેમાં સમગ્ર દેશમાં એકસમાન અભ્યાસક્રમનું માળખું અને એકસમાન લાયકાત ધરાવતા શિક્ષકો હોવા જોઇએ તેવું નક્કી કરવામાં આવેલ.
તે મુજબ સમગ્ર દેશ માં 1 થી 5 ને 6 થી 8 ના વિભાગ કરવામાં આવ્યા
આ બંને વિભાગમાં શિક્ષકોની નિમણૂંક માટે લાયકાત નક્કી કરવામાં આવી. તે મુજબ
1થી 5 માં માત્રને માત્ર PTC ( હાલનું D.EL.ED ) જરૂરી છે. તથા 6 થી 8 માટે BED જરૂરી છે.
( આમાં કોઈની સમકક્ષ લાયકાત ની કોઈ જ વાત કરવામાં આવેલ નથી. )
જો તમે P. hd કે m.phil તો પણ 1થી 5 માં ભણાંવી શકો નહિ. તે પ્રમાણે BA BED સિવાય કોઈ લાયકાત 6 થી 8 માં ચાલે નહિ.
ગુજરાત સરકારનો આભાર માનો કે આ નિયમ 2001 થી લાગુ હોવા છતાં ATD, CPED, BPRD, DPEC, GBTC સંગીત વિશારદ જેવી લાયકાત ની ભરતી કરીને આપણને નોકરી તો આપી.
આ કારણે ત્યાર પછી વારંવાર દરેક રાજ્યને RTE અંતર્ગત કેન્દ્ર લેવલેથી નોટિસો પણ આપવામાં આવી.
સમગ્ર દેશ માં 4 થી 5 લાખ શિક્ષકોની RTE અવગણના કરીને ભરતી કરવામાં આવેલ જો આ તમામ શિક્ષકોને બિનતાલિમી ગણી ને કાયદેસરની કાર્યવાહી ( નોકરીમાંથી છુટા ) કરવામાં આવે તો સમગ્ર દેશમાં હોબાળો થવાની શક્યતા હતી.
સંવિધાન અને કાયદા નો અમલ તો કર્યે જ છૂટકો હતો. એટલે કેન્દ્ર સરકારે આ તમામ બિન તાલીમી શિક્ષકોને તાલીમી બનાવવા માટે NIOS વેબસાઈટ મારફતે તાલીમી કોર્સ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. તેની છેલ્લી તારીખ માર્ચ 2019 આજે નહિ કઈ વર્ષો પહેલા નક્કી કરવામાં આવી હતી. પણ સરકારની એ ભૂલ કે એ બાબતે આપણું વધારે ધ્યાન દોર્યું નહિ નહીંતર , ક્યારનો કોર્સ કરી દીધો હોત.
હવે આ કોર્સ કરવો જ રહ્યો .આ પરિસ્થિતિ એકલા ગુજરાત ની નથી. તમામ રાજ્યો માં છે આજ દિન સુધીમાં 1,30, 000 રેજીસ્ટ્રેશન થયા છે. આ માહિતિ
HindiHelpGuru.com પરથી લેવામા આવી છે.
- ખાસ નોંધ-
- BPED , DPED વાળાએ 6 મહિના નો બ્રિજ કોર્સ કરવાનો છે.
- 2001 પછી 1થી 5 અને 6 થી 8 માં નોકરી કરવાવાળા 12 પાસ હોવા જોઈએ- એ પણ 50% સાથે
- 50% ના હોય તો 12માં ની પરીક્ષાએ આપવાની સુવિધા પણ NIOS પોર્ટલ પાર છે.
- ધોરણ 12 અને D.EL.ED નો કોર્સ એકસાથે કરી શકશો
- જે શિક્ષકો BED વાળા છે પણ ઉચ્ચતર સ્વીકાર્યું નથી તેઓએ પણ 1 થી 5 માટે ની લાયકાત D.EL.ED પાસ કરવું પડશે
- એકવાર નાપાસ થવાથી તમે તાત્કાલિત ફરી પરીક્ષાએ આપી શકો એવું આયુઓજન પણ કરેલ છે.
- NIOS ની શાખા ગુજરાત માં ગાંધીનગર માં છે પણ પરીક્ષાએ ક્યાં યોજવી તે નક્કી કરવાને સત્તા તેને આપવામાં આવી છે.
- તમારા તાલુકા અથવા જિલ્લા માં પણ આ પરીક્ષા યોજાઈ શકે છે.
- હજી કોઈ પ્રશ્ન હોય તો તમે આ લિંક પર કોન્ટેક્ટ કરી પૂછી શકો છો. click :
https://goo.gl/HTzM2y
💐❤💐❤💐❤
👌👌👌👌👌👌

No comments:

Post a Comment